જાદુઈ તકિયો! સુતા સાથે જ વહેલી પડે સવાર, ઉંઘની સાથે નસકોરાને પણ ટ્રેક કરે છે તકિયો
સ્માર્ટ પિલો હેલ્થ અને ફિટનેસને ટ્રેક કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. આમાં ટ્રેકિંગ માટે એઆઈ એલ્ગોરિઘમ પણ છે. તેમાં હાર્ટ રેટ, બોડી મૂવમેન્ટ, શ્વાસની સાથે સાથે નસકોરાને પણ ટ્રેક કરે છે. એટલુ જ નહીં પણ સ્માર્ટ પિલોના માધ્યમથી ડિપ સ્લિપની સાથે સાથે સ્લીપ સ્ટેટસને પણ રેકોર્ડ કરી શકાશે.
નવી દિલ્હીઃ સ્માર્ટફોન બ્રાન્ડ શાઓમીએ ડોમેસ્ટિક માર્કેટના ક્રાઉડફંડિંગ કેમ્પેનમાં MIJIA સ્માર્ટ પિલો લોન્ચ કર્યો છે. આ સ્માર્ટ પિલો પીજોઈલેક્ટ્રિક સેન્સર સપોર્ટની સાથે આવે છે. જે હાર્ટ રેટ, બોડી મૂવમેન્ટ, શ્વાસની સાથે સાથે નસકોરાને પણ ટ્રેક કરે છે. આપને જણાવી દઈએ કે 7 સપ્ટેમ્બરના રોજ ચીનના શાઓમી મોલમાં ક્રાઉડફંડિંગ કેંપેન શરૂ કરવામાં આવ્યું છે.
Xiaomi MIJIA Smart Pillowની કિંમત-
શાઓમી MIJIA સ્માર્ટ પિલોને ક્રાઉડફંડિંગ કેમ્પેનમાં પ્રી-ઓર્ડર માટે ઉપ્લબ્ધ કરવામાં આવ્યો છે. તેની કિંમત 299 યુઆન એટલે લગભગ 3400 રૂપિયા છે. પરંતુમાં કેમ્પેનમાં 259 યુઆન એટલે કે 3000 રૂપિયામાં ખરીદી શકાય છે. શક્યતા છે કે કંપની જલ્દી ભારતમાં પણ લૉન્ચ કરી શકે છે. શાઓમીએ આ સ્માર્ટ તકિયાની બે સાઈઝ 10 સેમી અને 12 સેમામાં ખરીદી શકાશે.
સ્માર્ટ પિલો હેલ્થ અને ફિટનેસને ટ્રેક કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. આમાં ટ્રેકિંગ માટે એઆઈ એલ્ગોરિઘમ પણ છે. તેમાં હાર્ટ રેટ, બોડી મૂવમેન્ટ, શ્વાસની સાથે સાથે નસકોરાને પણ ટ્રેક કરે છે. એટલુ જ નહીં પણ સ્માર્ટ પિલોના માધ્યમથી ડિપ સ્લિપની સાથે સાથે સ્લીપ સ્ટેટસને પણ રેકોર્ડ કરી શકાશે.
Xiaomi MIJIA Smart Pillowની બેટરી-
MIJIA સ્માર્ટ પિલો બ્લૂટૂથ કનેક્ટિવિટીની સાથે આવે છે. જેમા આસાનીથી સ્માર્ટફોન કનેક્ટ અને કંટ્રોલ કરી શકાય છે. સ્માર્ટ પિલોમાં AAA બેટરી સપોર્ટ આપવામાં આવ્યો છે. જેમાં એક વખત બેટરી લગાવવા પર 60 દિવસો સુધી ઉપયોગ કરી શકો છો. MIJIA સ્માર્ટ પિલો વૉશ પણ કરી શકાય છે. સાથે જ તકિયામાં એન્ટીબેક્ટેરિયલ પ્રોટેક્શન પણ મળે છે.